Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરકારી ભરતી પેપર લીક મુદ્દે કોંગ્રેસ આખરે જાગી, ધરણાં યોજી સરકારને ઘેરી

રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટના બાદ કોંગ્રેસ સફાળી જાગી છે.

X

રાજયમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી જવાની ઘટના બાદ કોંગ્રેસ સફાળી જાગી છે. ભરૂચમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણાં યોજી સરકાર પર વાકપ્રહારો કર્યા હતાં....

રાજયમાં સરકારી ભરતી માટે તનતોડ મહેનત કરતાં ઉમેદવારોના ભાવિ પેપરો ફુટી જવાના કારણે અંધકારમય બની ગયાં છે. સરકારી ભરતી માટે લેવામાં આવતી પરીક્ષાઓ હવે ધીમે ધીમે તેની વિશ્વસનીયતા ગુમાવી રહી છે. અત્યાર સુધીમાં 9 જેટલી ભરતી પરીક્ષાઓના પેપરો ફુટી ગયાં છે. તાજેતરમાં સરકારી કચેરીઓમાં હેડ કલાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટી ગયું હતું. પેપર ફુટવાની ઘટનાઓ સરકાર માટે માથાના દુખાવા સમાન બની ચુકી છે. હેડ કલાર્કની ભરતીના પેપર મુ્દે કોંગ્રેસ આખરે જાગી છે અને ભરૂચમાં ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકકી શોખી, મહિલા કોંગ્રેસ પ્રમુખ જયોતિ તડવી સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ સરકારને ટોણો મારતાં કહયું હતું કે, સરકારે પેપર ફોડ યોજના શરૂ કરી હોય તેમ લાગી રહયું છે...

Next Story