ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1ના કોંગ્રેસના નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલાએ સફાઈ કામદાર સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને નગર સેવક જાહેરમાં માફી માંગે એવી માંગ કરવામાં આવી છે.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1ના નગર સેવક વિવાદમાં ફસાયા છે. નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલાએ તેમના વોર્ડના સફાઈ કામદાર સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે યુનિયન દ્વારા નગર સેવા સદનના ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરવામાં આવી હતી તેઓએના આક્ષેપ અનુસાર હેમેન્દ્ર કોઠીવાલા વારંવાર સફાઈ કામદારો સાથે અસભ્ય વર્તન કરે છે આથી તેઓ જાહેરમાં માફી માંગે અને આવનારા સમયમાં આ પ્રકારનું કૃત્ય નહીં કરે એવી બાંહેધરીની માંગ કરાય છે અને જો તેમની માંગ ન સંતોષાય તો કામગીરી બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ અંગે નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલાએ કનેક્ટ ગુજરાત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે તેમના પર કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે. સફાઈ કામદારો દ્વારા ચોકસાઇ પૂર્વક કામ કરવામાં આવતું નથી જે બાબતે તેઓને કહેવામા આવ્યું હતું.