/connect-gujarat/media/post_banners/e9db1ce7e638c5c0efdfd0a408f2bd9b8d1a21c9234518fcd42c3b89ca926c30.jpg)
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર માંડવા ટોલ પ્લાઝા ખાતે ભરુચ પાર્સિંગના વાહનો પાસે ટેક્સ વસૂલ કરવામાં આવતા આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિરોધ પ્રદર્શન નોંધાવતાં પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.
ભરુચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા ખાતે ટોલ સંચાલકો દ્વારા સ્થાનિક પાર્સિંગ ચાલકો પાસે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતા વાહન ચાલકો અને ટોલ ટેક્સ સંચાલકો વચ્ચે અવાર નવાર ઘર્ષણ સર્જાઈ રહ્યું છે જેને પગલે આજરોજ ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં માંડવા ટોલ ટેક્સ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનો શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા,યૂથ કોંગ્રેસ પ્રમુખ સકીલ અકુજી,ભરુચ શહેર પ્રમુખ હરેશ પરમાર,વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,જ્યોતિબેન તડવી,શરિફ કાનુગા,ધનરાજ વસાવા,ફતેસિંગ વસાવા સહિતના કાર્યકરોએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરી ટોલ ટેક્સ બંધ કરોના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અનેજિલ્લા કોંગ્રેસ પ્રમુખે જી.જે.16ના વાહનોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ આપવા સાથે ભાજપ સરકારના શાસનમાં ટોલ નાબૂદીને બદલે ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે.જે ઘણી શરમ જનક બાબત ગણાવી વહેલી તકે તેઓનો ઉકેલ નહીં આવે તો સાંસદ અને ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.