/connect-gujarat/media/post_banners/e0467362eaa7903b0e4838e8a279e124368ebb7624f1fd78bdef90a2d332287a.jpg)
ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે ભરુચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ હોવના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, રેલ્વે સ્ટેશન ભરૂચ પાસે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામા આવેલા સૂત્રોચાર અને વિરોધ પ્રદર્શનમાં કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પ્રભારી આશિષ રાય,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રિત શોખી,ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને સરકારની વિવિધ નીતિઓનો વિરોધ કર્યો હતો