ભરૂચ : મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "મહંગાઈ મુક્ત ભારત અભિયાન" અંગે રેલી યોજી...

કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત નારાબાજી કરવામાં આવી હતી.

ભરૂચ : મોંઘવારીના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, "મહંગાઈ મુક્ત ભારત અભિયાન" અંગે રેલી યોજી...
New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા રસ્તા પર ઉતરી મોઘવારીના મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સહિત નારાબાજી કરવામાં આવી હતી. વિરોધ દરમ્યાન કોંગ્રેસ પ્રદેશ મહિલા સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કોંગી અગ્રણીઓ અને કાર્યકરોએ નનામી સાથે "મહંગાઈ મુક્ત ભારત અભિયાન" અંગે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. શાકભાજીથી માંડી અનાજ અને મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, તેવા સંજોગોમાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ભાજપ સરકાર દ્વારા કોઈપણ રીતે આ ભાવ વધારાને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતા તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસ પ્રદેશ મહિલા સેવાદળના પ્રમુખ પ્રગતિ આહીર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, યુવા પ્રમુખ શકીલ અકુજી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો હાથમાં બેનરો લઈ રસ્તા પર ઉતર્યા હતા. વિરોધ દરમ્યાન પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે પકડદાવ અને સંઘર્ષ સર્જાયો હતો. જેના પગલે એક તબક્કે સ્ટેશન રોડ પર ભારે ધમાચકડી મચી હતી. વિરોધ પ્રદર્શનના અંતે કોંગી અગ્રણીઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

#Bharuch #Congress #Connect Gujarat #BeyondJustNews #rally #campaign #Gujarat Congress #protests #inflation #Inflation Free India
Here are a few more articles:
Read the Next Article