Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી સહિતના મુદ્દે નેત્રંગ ખાતે કોંગી કાર્યકરોએ દેખાવો કર્યો

ભાજપ સરકારની નિષ્ફળતા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, નેત્રંગ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

X

એક તરફ ભાજપા દ્વારા વિજય રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા મથકે કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો.

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાની સાથે જ સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા અન્નોત્સવ દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેની સામે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચના નેત્રંગ તાલુકા મથકે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

દેશમાં કોરોના મહામારી, આરોગ્ય, શિક્ષણ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારની નિષ્ફળતા સામે વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે નેત્રંગ ગામના ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમ્યાન એ.આઈ.સી.સી.ના સેક્રેટરી ડો. બિશ્વરંજન મોહંતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા, યુવા પ્રમુખ શેરખાન પઠાણ, શહેર પ્રમુખ વિક્કી શોખી, કોંગી અગ્રણી સંદીપ માંગરોલા સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

Next Story
Share it