Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કનેકટ ગુજરાતે રેતી માફિયાઓને કર્યા બેનકાબ

X

નર્મદા નદીમાંથી રેતી ઉલેચવામાં આવી રહી છે. રેતીની લીઝોમાંથી રોજની હજારો ટ્રકોની અવરજવર રહેતી હોય છે. ભરૂચ જિલ્લાના શુકલતીર્થથી વડોદરાના ફતેપુરા સુધીમાં જ રેતીની અનેક લીઝ આવેલી છે. રેતી માફિયાઓએ શુકલતીર્થથી ફતેપુરા સુધી નદીમાં ગેરકાયદે પુલિયા બનાવી દીધાં છે.

ટ્રકોની અવરજવર માટે ગેરકાયદે રીતે બનાવેલા પુલિયાઓના કારણે નદીનો પ્રવાહ અવરોધાય રહયો છે. આની સીધી અસર માછીમારીના વ્યવસાય પર પડી છે. 500થી વધારે પરિવારોની રોજગારી છીનવાય જવાની ભિતી સેવાઇ રહી છે. કનેકટ ગુજરાતની ટીમે પુલિયાઓ બાબતનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. અહેવાલ પ્રસારિત થતાંની સાથે જ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. નર્મદા નદીમાં બનાવી દેવામાં આવેલાં પુલિયાઓ તોડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પ્રજાના અવાજને નીડર બની વાચા આપતી કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના સમાચાર વધુ એક વખત અસરદાર સાબિત થયાં છે.

Next Story