ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર સાબિત થયા અસરદાર, મોતની ગટર આખરે બંધ કરાય

ખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું થયું હતું મોત, કનેક્ટ ગુજરાતે ચલાવ્યું હતું અભિયાન.

ભરૂચ: કનેક્ટ ગુજરાતના સમાચાર સાબિત થયા અસરદાર, મોતની ગટર આખરે બંધ કરાય
New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર પાર્ક નજીક ખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું મોત નીપજયું હતું આ અંગે કનેક્ટ ગુજરાત દ્વારા મોતની ગટર અંગે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે બાદ સફાળા જાગેલા નોટીફાઇડ ઓથોરીટીના અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને ખુલ્લી ગટર બંધ કરવામાં આવી છે.

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ન મળવા બાબતે કનેક્ટ ગુજરાત દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે રંગ લાવ્યું છે.

જીઆઈડીસીના સરદાર પાર્ક નજીક આવેલ અભિલાષા સોસાયટી પાસે ખુલ્લી ગટરમાં ખાબકતા આખલાનું મોત નીપજયું હતું. આ ઘટનામાં અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. સ્થાનિકોએ આખલાને બચાવવા જાણ કરી હોવા છતા સમયસર કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા અબોલ પશુનું મોત નીપજયું હતું.

આ અંગે કનેક્ટ ગુજરાતે નોટીફાઇડ એરિયા ઓથોરીટીના કાન આમળ્યા હતા જેનું સારું પરિણામ આવ્યું છે. જે ગટર મોતની ગટર બની હતી તેના પર ઢાંકણુ મૂકવામાં આવ્યું છે. તમે પહેલાના દ્રશ્યો નિહાળી શકો છો અને આ દ્રશ્યો આજના છે.

જો આ ગટર પર પહેલેથી જ ઢાંકણુ મૂકવામાં આવ્યું હોત તોએક નિર્દોષ પશુએ જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.ખેર જાગ્યા ત્યાંથી સવાર સમજી હવે નોટીફાઇડ એરિયા ઓથોરીટીના અધિકારીઓએ લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે એ જ જરૂરી છે.

#Bharuch #Ankleshwar #Ankleshwar GIDC #notified area #Connect Gujarat News #Gutter Water #Connect Gujarat News Impact #Gutter Line
Here are a few more articles:
Read the Next Article