Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કાંકરીયામાં ધર્માંતરણનો મામલો, 100 નહિ 150 લોકોનો બદલાયો છે ધર્મ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે

X

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં 150થી વધારે આદિવાસી સમાજના લોકોનું ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

આમોદ પોલીસ સ્ટેશનમાં કાંકરીયા ગામમાં આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરી દેવાયું હોવાની ફરિયાદ નોંધાય છે. આ કેસમાં અબ્દુલ્લા ફેફડાવાલા સહિત 9 આરોપીઓ પર આરોપ લગાવવામાં આવ્યાં છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં કાંકરીયા ગામના 150થી વધારે લોકોનું ધર્મ પરિવર્તન કરાવાયું છે અને આ માટે જકાતના નાણાનો ઉપયોગ કરાયો હોવાની કબુલાત આરોપીઓએ કરી છે. મુસ્લિમ સમાજમાં આવકના અમુક ટકા હિસ્સો જકાત તરીકે દાનમાં આપવામાં આવે છે. હિન્દુ સમાજના આદિવાસી લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચે ધર્મ પરિવર્તન કરાયું હોવાનું બહાર આવ્યું છે. ધર્મ પરિવર્તન કરાયેલાં લોકોના બાળકોને પણ સુરત જિલ્લાની મદ્રેસાઓમાં અભ્યાસ માટે મોકલાયાં છે. સુરત તથા અન્ય સ્થળોએથી તેમને લઘુમતી સમાજના નામો પરથી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો પણ પુરા પાડવામાં આવ્યાં છે. હાલ પોલીસ આ તમામ બાબતોની તપાસ ચલાવી રહી છે....

Next Story