Connect Gujarat
ભરૂચ

ભરૂચ: આજથી 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ

જિલ્લામાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષાકવચ આપવાના ભાગરૂપે કોરોના વેક્સિન મુકવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે

X

ભરૂચ જિલ્લામાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષાકવચ આપવાના ભાગરૂપે કોરોના વેક્સિન મુકવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે

ભરૂચ જિલ્લામાં પ્રિકોશન ડોઝ ઉપરાંત 12 થી 14 વર્ષ સુધી એટલે 2008 થી 2010 સુધી જન્મેલા બાળકો માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે.ભરૂચ ખાતે ભારતી વિદ્યા મંદિર સ્કૂલથી વેક્સીનેસનના અભિયાનનો નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવ્યો હતો.આ રસીકરણ અભિયાનના 58 હજાર બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.સાથે જ બીજો ડોઝ લીધાને 9 માસ પુરા કરેલા હોય તેવા 60 થી વધુની ઉંમરના તમામ નાગરિકો માટે પણ પ્રિકોશનડોઝનું આપવાનું નક્કી કરવામાં આવ્યું છે

Next Story