Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવતીકાલે યોજાશે મતગણતરી, અવરજવર માટે કોલેજ રોડ પર પ્રતિબંધ...

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

X

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

ગુજરાત વિઘાનસભા મતદાર વિભાગની ગત તા. 1 અને 5 ડિસેમ્બરે 2 અલગ અલગ તબક્કા ચૂંટણી યોજાય હતી. જેની આવતીકાલે તા. 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થવાની છે, ત્યારે મત ગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મત ગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત આ કામગીરીમાં ખલેલ ન પહોંચાડે તથા મત ગણતરી સ્થળે ઉપલબ્ધ વ્યવસ્થામાં કોઈ બાધા કે, વિક્ષેપ ન થાય તે માટે રાજ્યભરમાં વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022નું પરિણામ જાહેર થનાર છે, ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. 56થી વધુ સરકારી કર્મચારીઓ અને 900થી વધુ પોલીસ કર્મચારીઓની નજર હેઠળ મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ શહેરની કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8:00 વાગ્યાથી મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર મત ગણતરીને લઇને કોલેજ રોડ પર વાહનોની અવર-જવર માટે તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. ABC સર્કલથી શીતલ સર્કલ તરફ અથવા શીતલ સર્કલથી ABC સર્કલ તરફ અવર-જવર કરવા માટે લોકોએ નારાયણ કોમ્પ્લેક્સ થઈ ધર્મનગર ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે, ત્યારે આવતી કાલે વિધાનસભા ચૂંટણીની મત ગણતરી દરમ્યાન તમામ પક્ષના ટેકેદારો, સમર્થકો સહિત શહેરના નાગરિકોને સહકાર આપવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story