Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગરીબ પરિવારનો ધ્રુમિલ સંઘર્ષ બાદ બન્યો ક્રિકેટર, બુંદેલખંડની ટીમને બનાવી વિજેતા

ભરૂચના નવી વસાહતમાં રહેતાં ગરીબ પરિવારનો ખેલાડી ક્રિકેટની રમતમાં પોતાનું કૌવત બતાવી રહયો છે.....

X

ભરૂચના નવી વસાહતમાં રહેતાં ગરીબ પરિવારનો ખેલાડી ક્રિકેટની રમતમાં પોતાનું કૌવત બતાવી રહયો છે.....

ભરૂચના ખેલાડી ધ્રુમિલ સોંલકીએ બુંદેલખંડની અંડર- 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી વાલ્મિકી સમાજ અને ભરૂચના ગૌરવમાં વધારો કર્યોં છે. સદર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભરૂચ પરત આવેલાં ધ્રુમિલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નવી વસાહત ખાતે રહેતાં અને સફાઇ કામદારના પરિવારમાંથી આવતાં ધ્રુમિલની ક્રિકેટર તરીકેની કારકિર્દી સંઘર્ષમય રહી છે. માતા- પિતા અને કુટુંબીજનોનો સાથ સહકાર મળ્યો છે. આકરી પ્રેકટીસ બાદ તેણે આ મુકામ હાંસલ કર્યો છે. તેની પસંદગી બુંદેલખંડની ટીમમાં પસંદગી થઇ હતી. તેણે પોતાની ટીમને વિજેતા બનાવી છે. સમાજના અગ્રણી કિરણ સોલંકીએ ધ્રુમિલના સંઘર્ષ વિશે જણાવ્યું હતું...

ભરૂચ જિલ્લાના નાનકડા ઇખરના મુનાફ પટેલની ભારતીય ટીમમાં પસંદગી થયા બાદ જિલ્લામાં ક્રિકેટરોમાં નવી આશાનો સંચાર થયો છે. જિલ્લાના અનેક ખેલાડીઓ જિલ્લા તથા રાજયકક્ષાએ પસંદગી પામી રહયાં છે. ધ્રુમિલ પણ પોતાના ટેલેન્ટના આધારે ભારતીય ટીમમાં પસંદગી પામવાનો આશાવાદ સેવી રહયો છે...

Next Story