ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રાજુવાડીયા ગામની સીમમાં સોલારપાર્કમાં ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ....

ભરૂચ એલસીબીનો સટાફ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢવા અન્વયે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

New Update
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે રાજુવાડીયા ગામની સીમમાં સોલારપાર્કમાં ચોરી કરનાર 2 આરોપીની ધરપકડ....

ભરૂચ એલસીબીએ સારસા ગામ ખાતેથી નવા રાજુવાડીયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાંટમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને 1 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા

ભરૂચ એલસીબીનો સટાફ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢવા અન્વયે રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્કૂટી પર શંકાસ્પદ બે ઈસમો કોપર વાયર લઇ ઉમલ્લાથી રાજપારડી તરફ આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સારસા ગામ પાસે વોચ ગોઠવી હતી પોલીસે શંકાસ્પદ સ્કૂટી આવતા અટકાયત કરી હતી અને તપાસ હાથ ધરી હતી. એલસીબીએ કોપર વાયર, 3 મોબાઈલ ફોન, સ્કૂટી મળી 1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરતા રોહિત વસાવા અને અંકિત વસાવા નામ જણાવ્યું હતું. વધુ પૂછપરછ કરતા બંનેએ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નવા રાજુવાડીયા ગામની સીમમાં સોલાર પાર્ક પ્લાંટમાં ચોરીનો ગુનો કબુલ કર્યો હતો. પોલીસે સારસા ગામ પાસેથી બે આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Latest Stories