Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરના ભરણ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા

ભરૂચ: અંકલેશ્વરના ભરણ ગામેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ
X

અંકલેશ્વર તાલુકાના ભરણ ગામની સીમાં આવેલ પરીશ્રમ ફાર્મ પાસેથી ભરૂચ એલસીબીએ વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા માટે આપેલ સુચનાને પગલે ભરૂચ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ સહિતનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરણ ગામની સીમમાં આવેલ પરીશ્રમ ફાર્મની બહાર કમ્પાઉન્ડની દિવાલ પાસે એક ઈસમ ઈંગ્લીસ દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦૮ નંગ બોટલ મળી કુલ ૩૩ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંકલેશ્વરના નવા તરીયા ગામના ખપ્પર ફળિયામાં રહેતો અજયભાઈ હસમુખભાઈ પટેલ,રાજેશભાઈ ખુમાનભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો.જયારે ભરણ ગામનો બુટલેગર મુકેશ અર્જુનભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story