ભરૂચ: દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ભરૂચ: દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ અને કાર્ટિઝ સાથે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ શહેરમાં હાલ મેઘરાજાનો મેળો ભરાયેલ હોય જેના અનુસંધાને શહેરના સોનેરી મહેલથી પાંચબત્તી સુધીના વિસ્તારમાં કોઈ અનિછનીય બનાવ ન બને માટે પોલીસ વિભાગે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જે દરમ્યાન ભરૂચના રોટરી ક્લબના પાછળના ભાગે બે જેટલાં ઈસમો પાસે હથિયાર હોવાની બાતમી પોલીસના કર્મીઓને મળી હતી.પોલીસે વિશાલ પરમાર અને મુનાફ સૈયદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તેઓ પાસેથી મળી આવેલ હથિયાર બાબતે પૂછતા તેમણે આ પિસ્ટલ હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશાહ દીવાને સાચવી રાખવા જણાવ્યુ હતુ.પોલીસે દેશી બનાવટની પિસ્ટલ નંગ 1 તેમજ જીવતો કાર્ટિઝ 1 અને એક્ટિવા સહિત મોબાઈલ મળી કુલ 87,200 નો મુદ્દામાલ કબ્જે લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories