ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,બુટલેગર વોન્ટેડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગના તાલુકાના ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર અકસ્માતગ્રસ્ત કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો

New Update

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ઝઘડિયા તાલુકામાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના ઝોકલા ગામનો બુટલેગર સુરેશ ઉર્ફે સૂર્યો રામભાઈ વસાવા જેસપોર ગામથી મોટા માલપોર રસ્તે ગંભીરપુરા થઇ તેના ઘરે ઇક્કો ગાડી નંબર-જી.જે.૧૬.ડી.જી.૦૧૪૯માં વિદેશી દારૂ ભરીને જનાર છે જેવી બાતમીના આધારે ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર વોચમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા બુટલેગરે કાર હંકારી મૂકી હતી પોલીસે તેનો પીછો કરતા કાર ગંભીરપુરાથી ઝોકલા ગામના માર્ગ ઉપર પલટી ખાઈ ગઈ હતી જે કારમાંથી પોલીસને વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સુરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Latest Stories