ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો,3 આરોપીઓની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી હોટલના કંપાઉન્ડમાં ઉભેલ આઈસર ટેમ્પો નંબર MH 24 AU 1974 માં તલાસી લીધી હતી

New Update
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો,3 આરોપીઓની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર આવેલ ચૌધરી હોટલના કંપાઉન્ડમાં ઉભેલ આઈસર ટેમ્પો નંબર MH 24 AU 1974 માં તલાસી લીધી હતી દરમ્યાન ટેમ્પોની પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા.જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ગજાનન વિષ્ણુભાઈ જાદવ રહે, કર્મયોગ સોસાયટી 2 પાંડેસરા સુરતની ધરપકડ કરી હતી તેમજ વિદેશી શરાબની કુલ 9792 બોટલો મળી કુલ 24,39,000 નો મુદ્દામાલનો કબ્જો મેળવી મામલે અન્ય ત્રણ જેટલાં ઈસમો સંજય ઉર્ફે સંજુ દાઢી ગવાણે, નરેશ મેવાડા, તેમજ દિપક નામક વ્યક્તિ ને વોન્ટેડ જાહેર કરી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.