ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના દઢાલ ગામેથી જુગારધામ ઝડપાયુ,પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો

New Update
ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના દઢાલ ગામેથી જુગારધામ ઝડપાયુ,પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના ખાડી ફળિયામાંથી ભરૂચ એલસીબીએ જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના ખાડી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગામના સાગબારા ફાટક ફળિયામાં રહેતો જુગારી વિક્રમ ગોરધન વસાવા ,રાજુ દેવીપુજક અને વિજય વસાવા તેમજ ફુલસિંગ વસાવાને ઝડપી પાડ્યો હતો.

Advertisment
Latest Stories