ભરૂચ: ઝઘડિયાના અવિધા નજીક નર્મદા નદીમાં મગરનો યુવાન પર હુમલો, નદીમાં ખેંચી જતા મોત નિપજયુ

ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજોયો..

New Update
ભરૂચ: ઝઘડિયાના અવિધા નજીક નર્મદા નદીમાં મગરનો યુવાન પર હુમલો, નદીમાં ખેંચી જતા મોત નિપજયુ

ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ગામ નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા વ્યક્તિને મગર પાણીમાં ખેંચી જતા મોત નીપજોયો

ભરૂચના ઝઘડિયા તાલુકાના ડેરા ફળિયામાં રહેતો દીપક રામજી વસાવા નામનો 29 વર્ષીય ઈસમ બપોરના સમયે નર્મદા નદીના કિનારે ઘાસચારો લેવા ગયો હતો તે દરમિયાન કડકડતી ગરમીના કારણે નર્મદા નદીમાં નાહવા ગયો હતો તે જ્યાં એકાએક આવી ચડેલ મગરે તેને ખભાના ભાગેથી પકડી લીધો હતો અને મગર આ વ્યક્તિને પકડીને પાણીમાં ખેંચી ગયો હતો.મગરની પકડમાંથી છૂટવા દીપકે ભારે જહેમત કરી હતી પરંતુ તે મુક્ત થઈ શક્યો ન હતો.મગર તેને નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ઘટનાની જાણ થતા રાજપારડી પોલીસ તેમજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઝઘડિયા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ મૃતદેહ નર્મદા નદીમાંથી બહાર કાઢ્યો હતો