Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ, જુઓ વિપક્ષ દ્વારા આંદોલનની ચીમકી બાદ શું થયું..!

દાંડિયાબજાર મચ્છી માર્કેટ નવીનીકરણ બાદ પણ બંધ વિપક્ષ દ્વારા નગરપાલિકાને અપાય આંદોલનની ચીમકી ચીમકી બાદ પાલિકાએ તાબડતોડ શરૂ કર્યું મચ્છી માર્કેટ

X

ભરૂચ શહેર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે દાંડિયાબજાર સ્થિત મચ્છી માર્કેટનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લા 15 મહિનાથી માર્કેટ તૈયાર હોવા છતાં ભાડા સહિતના મુદ્દે વિવાદ સર્જાતા માછલી વેચતી મહિલાઓને બહાર બેસવું પડતું હતું. જેથી ગત શનિવારે પાલિકામાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલાએ માર્કેટની મુલાકાત લીધી હતી. સાથે જ પાલિકા મુખ્ય અધિકારીને મળીને ચીમકી આપી હતી કે, માર્કેટની અંદર જગ્યા નહીં ફાળવાય તો માછલી વેચતા લોકોને સાથે રાખી તેઓ પાલિકા ખાતે આંદોલન કરશે.

જોકે, વિપક્ષની આંદોલનની ચીમકીના પગલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું, અને તાબડતોડ સાફ સફાઈ કરાવી મચ્છી માર્કેટની અંદર વેપાર કરવાની જગ્યા ફાળવી આપી બંધ માર્કેટ ખોલી નાખ્યું હતું. જેથી મચ્છી વેચતી મહિલાઓમાં ખુશી જોવા મળી રહી હતી. આ સાથે જ કોંગ્રેસી સભ્યોની ચીમકી બાદ એકાએક શરૂ કરી દેવામાં આવેલ મચ્છી માર્કેટમાં વીજળીની વ્યવસ્થા, પ્રવેશદ્વાર અને તેના પર લગાવેલા ગ્રેનાઈટને લઈ સર્જાય રહેલી સમસ્યા અંગે પણ યોગ્ય કામગીરી કરવા માંગ કરવામાં આવી છે.

Next Story