Connect Gujarat
ભરૂચ

ભરૂચ: દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભક્તોના દુખડા હરતા દશામાંની વિદાય

ભક્તોના દુખડા હરતા માં દશામાં, દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશામાંને અપાય વિદાય.

X

ભરૂચમાં ભક્તોના ઘરે દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશા માતાજીને વિદાય આપવામાં આવી હતી. પાવન સલીલા માં નર્મદામાં દશા માતાજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ભક્તોના દુખડા હરતા માં દશામાંના વ્રતની પૂર્ણાહુતિ થઈ છે ત્યારે ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી. કોરોના કાળ વચ્ચે ભક્તોએ તેમના નિવાસ સ્થાને દશા માતાજીની પ્રતિમાઓનું સ્થાપન કર્યું હતું અને દશ દશ દિવસ સુધી આરાધના કરી હતી ત્યારે દશ દિવસ બાદ દશા માતાજીને વિદાય આપવામાં આવી હતી.

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારા પર દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને પાવન સલીલા માં નર્મદાનાં નિર્મળ જળમાં દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તો સ્થાનિક 25થી વધુ યુવાનોએ વિસર્જન પ્રક્રિયામાં સેવા આપી હતી.

Next Story