/connect-gujarat/media/post_banners/51ead1a0a8acb98357f54e01e2ddb71f6d3b960738e95c0db858ce5bd21e67ea.jpg)
જંબુસર તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. રાજકીય અદાવતે હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
ભરૂચના જંબુસર તાલુકાના કાવલી ગામે રહેતા જૈમિનસિંહ અજિતસિંહ સિંધા જેઓ સાંજના ૫ વાગ્યાના સમયગાળા દરમિયાન કાવલી ગામમાં આવેલ મસ્જિદ પાસેથી મોટર સાઇકલ પર પસાર થતો અને ગામના સરપંચ તેમજ સરપંચ પતિ અને ડેપ્યુટી સરપંચ મોટી સંખ્યામા લોકોનું ટોળું લઈ આવી અને બાઇક પરથી ફેંકી દઈ માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.