/connect-gujarat/media/post_banners/100beb98252c04bb17b8caa61fde5978d71855ace3cb3059bdf52b459205c809.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયાના કોંઢ ગામે ગામ તળાવ પાસેથી ઘરે જતા મામા ભાણેજનું તળાવના ઉંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું હતું.મામા અને ભાણેજ તળાવ કિનારેથી પસાર થઈ રહ્યા હતા એ દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.
ભરૂચના વાલિયા તાલુકાના કોંઢ ગામની નવી નગરીમાં રહેતા ૨૮ વર્ષીય સુનીલ વસાવા ૧૦ વર્ષીય ભાણીયા રોન્શન વસાવા સાથે બોઈદ્રા ગામ ઉપર આવેલ તળાવમાં ગ્રામજનો સાથે ગણેશ વિસર્જન માટે ગયા હતા જેઓ ત્યાંથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તે વેળા ગામ તળાવ પાસે પગ લપસી જતા બંને તળાવમાં ગરક થઇ ગયા હતા જેને પગલે બંને ડૂબી ગયા હતા આજરોજ સવારે બાળકનો મૃતદેહ ગ્રામજનોએ જોતા ગામના આગેવાનોએ વાલિયા પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો બાળકના મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અને તરવૈયાઓની મદદથી લાપત્તા બનેલ મામાની શોધખોળ હાથ ધરી હતી. તરવૈયાને ભારે શોધખોળ બાદ ૩ કલાકે સુનીલ વસાવાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. મામા અને ભાણેજનું મોત નિપજતા પંથકમાં ગમનો માહોલ જોવા મળી રહયો છે.