ભરૂચ : દાદાભાઇ બાગમાં કસરતના સાધનોનું લોકાર્પણ, 5 લાખ રૂપિયાનો થયો ખર્ચ

ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઇ બાગ તથા સર્વોદય સોસાયટીમાં જીસીપીએલ કંપની તરફથી કસરતના સાધનો મુકવામાં આવ્યાં છે

ભરૂચ : દાદાભાઇ બાગમાં કસરતના સાધનોનું લોકાર્પણ, 5 લાખ રૂપિયાનો થયો ખર્ચ
New Update

ભરૂચના રેલવે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઇ બાગ તથા સર્વોદય સોસાયટીમાં જીસીપીએલ કંપની તરફથી કસરતના સાધનો મુકવામાં આવ્યાં છે. ધારાસભ્ય સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં સાધનોનો લોકાર્પણ સમારંભ યોજવામાં આવ્યો હતો.

દહેજમાં આવેલી ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની તરફથી ભરૂચ નગર પાલિકા સંચાલિત અને રેલ્વે સ્ટેશન પાસે આવેલાં દાદાભાઈ બાગ તેમજ વોર્ડ નંબર 4માં આવેલ સર્વોદય સોસાયટીના સર્વોદય ગાર્ડનમાં ₹ ૫.૦૦ લાખના ખર્ચે કસરતના સાધનો ભેટ આપવામાં આવ્યાં છે. આ સાધનોનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકાના સભ્ય સુરભિ તમાકુવાલા સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. બાગમાં ઉભી કરાયેલી નવી સુવિધાના પગલે શહેરીજનો હવે બાગમાં આવી કસરત પણ કરી શકશે.

#Bharuch #Dahej ##bjp4bharuch #Inaugration #dedication #Garden #MLABharuch ##dadabhaibag ##exrcisemashine ##gcpl
Here are a few more articles:
Read the Next Article