Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રોજબરોજના અકસ્માતોને અટકાવા ટ્રાફિક પાર્કનું લોકાર્પણ, ધારાસભ્ય દુષ્યંત પટેલ રહ્યા ઉપસ્થિતિ

ભરૂચમાં રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે.

X

ભરૂચ રોટરી કલબના સહયોગથી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ટ્રાફિક પાર્કનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય દંડકદુષ્યંતભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.. શહેરીજનોમાં ટ્રાફિક પ્રત્યે લોકજાગૃતિ કેળવાય, શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે તે માટે ટ્રાફિક પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે.શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે. તેના કારણે રોજબરોજ અકસ્માતના સંખ્યાબંધ બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગ કોઈ જગ્યાએ પહોળા તો સાકળા છે.

ત્યારે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લોકજાગૃતિ તેમજ લોકશિક્ષણ હેતુસર પ્રમાણે ટ્રાફિક પાર્ક વિકસાવી લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવાના ભાગરૂપે રોટરી કલબના સહયોગથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ખાતે ટ્રાફિક પાર્કની શરૂઆત કરવામાં આવી છે.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાળા ,વોર્ડ નંબર 1 ના સભ્ય સલીમ અમદાવાદી, સમસાદ અલી સેયદ,રોટરી કલબના પ્રોજેક્ટ ચેરમેન તલકીન જમીનદાર,સહિતના આગેવાનો અને રોટરી કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story