Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગામડાઓમાં વિકાસની યાત્રા અવિરત રહેશે : નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ નીકળી રહી છે.

X

ભરૂચ જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો ભોલાવ ખાતેથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની હાજરીમાં પ્રારંભ કરાયો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજયભરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ નીકળી રહી છે. ભરૂચની યાત્રાનો ભોલાવ ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો.વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓના લોકો પોતે પગભર થાય તથા તેમના ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ રથયાત્રા ત્રણ દિવસ જિલ્લાભરમાં ફરી લોકોના સુખાકારી માટે ની યોજનાઓનું માગદર્શન આપી લોકોને પગભર કરવાનો પ્રયાસ હાથ ધરશે.ભોલાવ ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story
Share it