ભરૂચ : વોર્ડ નં. 7 અને 11માં નિર્માણ પામનાર વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું...

ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 અને 11માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કુલ 6 વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

New Update

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 7 અને 11માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 1 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમહુર્ત સોનેરી મહેલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નંબર 11 સોનેરી મહેલ સર્કલથી ચકલા, ચકલાથી જુના બજાર, ભોઈવાડથી અંબાજી મંદિર, ચંદન ચોક, હાજીખાના બજારથી સાધના સ્કૂલ, વોર્ડ નંબર 7માં સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં મુખ્ય અને આંતરિક રસ્તાઓને પેવર બ્લોક લગાડવાની કામગીરીઓનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુરભી તમાકુવાલા, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા, ભાજપ મહામંત્રી વીરલ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વોર્ડના કાઉન્સિલર અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories