/connect-gujarat/media/post_banners/0cfb1773cdc5c4efec5d26593cf570e9136da29dfc9b0755f332de358008e5be.jpg)
ભરૂચ જિલ્લામાં DGVCLના કર્મીઓને પોતાના વતન જવા માટે રાજ્ય સરકારે છૂટ આપી છે, ત્યારે વિવિધ માંગણીનો સુખદ અંત આવતા તમામ કર્મચારીઓએ ખુશી વ્યક્ત કરી રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
ભરૂચ જિલ્લામાં DGVCL કંપનીમાં ફરજ બજાવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તાબા હેઠળની 4 વીજ વિતરણ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની વર્ષો જૂની માગણી સંતોષવામાં આવી છે. એટલું જ નહીં ફરજ ઉપર રહેલા કર્મીઓને પોતાના વતન જવા સહિતની વિવિધ માંગણીઓ હલ થતા DGVCLના કર્મચારીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારના ઊર્જા વિભાગના મંત્રી દ્વારા મંજૂરી તથા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 4 હજારથી વધુ કર્મચારીઓને તેમના વતન જવા માટેનો લાભ મળશે તેની ખુશીમાં ભરૂચની DGVCL કચેરી બહાર કર્મચારી યુનિયન સહિત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારોએ ભેગા મળી સરકારના નિર્ણયને આવકારી લીધો હતો. DGVCLના કર્મચારીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવા સાથે સરકારનો આભાર માન્યો હતો.