Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પૂર અસરગ્રસ્ત અંકલેશ્વર અને શુક્લતીર્થમાં ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત, લોકોને થઈ મોટી રાહત...

ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ છે.

X

ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્ત એવા અંકલેશ્વર અને શુક્લતીર્થ સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ છે.

ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં એક મોબાઇલ હેલ્થ યુનિટ અને 2 ધન્વંતરિ આરોગ્ય રથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશ અનુસાર ફાળવવામાં આવ્યા છે. જે અંકલેશ્વર તાલુકાના સકરપારા, હરીપુરા અને જુના પુણા ગામમાં ધન્વંતરિ આરોગ્ય રથ અને મોબાઈલ હેલ્થ યુનિટ જુના દીવા ગામ, બોરભાઠા ગામ અને ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે પુરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્યની ઓપીડી બેઝ સેવા પૂરી પાડશે. મોબાઇલ હેલ્થ યુનિટ અને ધન્વંતરિ આરોગ્ય રથમાં મેડિકલ ઓફિસરની સાથે કુલ 5 વ્યક્તિનો સ્ટાફ હોય છે. જેમાં લોહીની તપાસ, તાવ, શરદી, ખાંસી, ચામડીના રોગનું નિદાન કરી જરૂરી દવાઓ પણ આપવામાં આવી રહી છે. જોકે, તંત્ર દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથની સેવા કાર્યરત કરાતા લોકોને મોટી રાહત થઈ છે.

Next Story