Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ચેનલ નર્મદા દ્વારા દિવ્યાંગ બાળકો-વડીલોના સંગ ઉજવાયો "દિલથી દીપાવીએ દિપાવલી" કાર્યક્રમ...

ચેનલ નર્મદા દ્વારા દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો, 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો, વડીલોના સંગ મહાપર્વની ઉજવણી

X

ભરૂચની આપની પોતાની ચેનલ 'ચેનલ નર્મદા'ના રજત જ્યંતી વર્ષ નિમિત્તે ગુરૂવારે આવો દિલથી દીપાવીએ દીપાવલીનો કાર્યકમ 4 સંસ્થાના દિવ્યાંગ બાળકો તેમજ વડીલોના ઘરના વૃદ્ધો સાથે સાચા અર્થમાં સાર્થક બન્યો હતો.

ભરૂચનું નીલકંઠ ઉપવન બાળકો અને વૃદ્ધોના મુખ ઉપર છલકતા ઉજવણીના નિર્દોષ આંનદથી દિપી ઉઠી નંદનવન બની ગયું હતું. ચેનલ નર્મદા દ્વારા ગુરૂવારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એન્ડ બોયઝ, ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર, ધ્વનિ મુકબધીર શાળા, કલરવ સ્કૂલ, વડીલોનું ઘર અને નારી કેન્દ્રની બાળાઓ સહિત 425થી વધુ લાભાર્થીઓ સાથે સૌ ભેગા મળી નવા વર્ષને આવકાર્યુ હતું. ચેનલ નર્મદા, માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ-નવેઠા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, દિવ્ય ચેતના ચેરીટેબલ ટ્રસ્ટ સહિત સમાજના શ્રેષ્ઠીઓ તેમજ તમામ ક્ષેત્રના મહાનુભવોના સથવારે આયોજિત આ કાર્યકમમાં નવા વર્ષ નુતન વર્ષની સાથે મળી કરાયેલી ઉજવણી સૌ કોઈ માટે સાર્થક બની હતી. 4 સંસ્થાના વિશેષ બાળકો અને વડીલોએ મહાનુભવોના હસ્તે સન્માન, દીપાવલીની ભેટ, ફટાકડા મેળવવા સાથે સામુહિક આતશબાજીનો પણ મનમૂકીને આનંદ માણ્યો હતો. દીપાવલીની ઉજવણી અને નુતન વર્ષને આવકારવાનો આ વિશેષ કાર્યકમ સૌ કોઈ માટે સંભારણું તેમજ અવિસ્મરણયી બની રહ્યો હતો.

સમગ્ર કાર્યકમમાં ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર, ઋષિ દવે, પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણ જોલી, માજી મંત્રી બિપિન શાહ, લોક ગાયક અભેસિંહ રાઠોડ, ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, માં મણી બા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ ધનજી પરમાર, માજી સાંસદ ભરતસિંહ પરમાર, રમેશ મિસ્ત્રી, જશુ ચૌધરી, દિવ્ય ચેતના એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ દિવ્યેશ પટેલ, આર.એ.સી. એન.આર.ધાંધલ, એસ.ડી.એમ. દેસાઈ, માજી મંત્રી ખુમાનસિંહ વાસીયા, આર.કે. ગ્રુપના પંકજ હરિયાણી, ક્રેડાઈ પ્રમુખ રોહિત ચદરવાલા, મહેશ ઠાકર, નિરલ પટેલ, પ્રકાશ પટેલ, સંદીપ પટેલ, નરેન્દ્ર પટેલ, ડો. કૌશલ પટેલ, વિહિપના અજય વ્યાસ, અજય મિશ્રા સહિતના મહાનુભાવો તેમજ આમંત્રીતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Next Story