/connect-gujarat/media/post_banners/1c33b206e815008c84e51c13142b570b375ce85333464bb233d84f1a4ad20b7d.jpg)
ભરૂચ નગરપાલિકાનું ફાયર ટેન્ડર લગ્ન પ્રસંગમાં વોટર સપ્લાય માટે ગયું હોવાનો વિડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો છે. જેમાં ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ આ મામલે ખુલાસો કરી પાણી પૂરું પાડતું ટેન્કર અલગ ગયું હોવાનું કહ્યું છે. ભરૂચમાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં પાલિકાનું ફાયર ટેન્ડર ઇમરજન્સી લાઈટ સાથે એક લગ્નપ્રસંગમાં પહોંચ્યું હતું. આ સમગ્ર મામલો સામે આવતા પાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ ખુલાસો કરતાં જણાવ્યું છે કે, પાણી પૂરું પાડતું ટેન્કર અલગ હતું. જેનો 800 રૂપિયા ચાર્જ પણ વસુલવામાં આવ્યો છે. રહી વાત ફાયર ટેન્ડર સાથે જવાની તો, નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફના સભ્યને ત્યાં લગ્નપ્રસંગ હતો અને સ્ટાફ ઓછો હોવાથી કોલ આવે તો તરત ત્યાંથી ઘટના સ્થળે જઇ શકાય તે માટે ફાયર ટેન્ડર સાથે લઈ ગયા હતા. જોકે, હવેથી આ પ્રકારે નહીં કરવા કડક સૂચના આપવામાં આવી હોવાનું પાલિકા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરે જણાવ્યુ હતું.