/connect-gujarat/media/post_banners/b98eacb81e8f29b00f3139461a010e8a6f2d711b3ae456d16b15d5ef8b345f72.jpg)
ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામની મહિલાઓને ભારત વિકાસ પરિષદ અને ભારત રસાયણ કંપની દ્વારા ઇકો ફ્રેન્ડલી સ્ટવનું વિતરણ કરવામાં આવ્યું હતું ઘરેલું પ્રદુષણથી મહિલાઓને રાહત મળે તે હેતુથી ભારત વિકાસ પરિષદ અને ભારત રસાયણ કંપનીના સી.એસ.આર ફંડમાંથી ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામની મહિલાઓને ૮૦ ટકાથી ઓછા ધુમાડા અને રોગોથી મુક્ત ૧૦થી વધુ ચુલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરેશ ઠક્કર,વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર પ્રેમ શારદા સહીતના મહેમાનોના હસ્તે મહિલાઓને ઇકો ફ્રેન્ડલી સ્ટવનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના વાઈસ પ્રેસિડેન્ટ કે.આર.જોશી,સાગરમલ પારિક ,સેક્રેટરી કનુ ભરવાડ,સરપંચ કિરીટસિંહ રણા,પી.ડી.રાણા,આચાર્ય ધર્મેશ પટેલ તેમજ આમંત્રિતો સહીત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.