ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા ગતરોજ અખાત્રીજના શુભ દિને આહિર સમાજના 7માં સમૂહ લગ્નોત્સવનું આયોજનમાં 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા કોરોના કાળના 2 વર્ષ બાદ ફરી આ વર્ષે 7મા સમૂહ લગ્નોત્સવનું ભરૂચની દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના 12 નવયુગલોએ લગ્નોત્સવમાં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ દ્વારા દીપપ્રાગટ્ય કરી સમુહ લગ્ન ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસવડા ડો. લીના પાટીલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીય, ભરૂચ દૂધધારા ડેરીના સાગર પટેલ, ભરૂચ ડિસ્ટ્રીક બેંકના એમડી અજયસિંહ રણા, ગોપાલક મંડળના પ્રમુખ ડાહ્યા આહિર સહિત જિલ્લાભરના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી નવદંપત્તિઓને શુભેચ્છાઓ પાઠવી હતી.