New Update
/connect-gujarat/media/post_banners/a19ac2d0dceaf199f603cebf6c97adf4e178969fcf0e3b8e6d0308ec20ecc9a4.jpg)
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ અહેમદ પટેલની જન્મ જ્યંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ રહી ચૂકેલા મર્હૂમ અહેમદ પટેલની આજે જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમણે શ્રધ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા,ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરીમલ સિંહ રણા, શહેર પ્રમુખ હરેશ પરમાર,સંદીપ માગરોલા, હેમન્દ્ર કોઠીવાળા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા હતા