/connect-gujarat/media/post_banners/58cc3c916a74f27e6c59c04dbff43432b2b3bf6f1a54124c9650042cde35b6a4.jpg)
ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેળક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું
ભારત દેશે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આજરોજ 76માં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ જંબુસરની જે.એમ.શાહ કોલેજના પરિષરમાં યોજાયો હતો જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય સંજય સોલંકી,આગેવાન કિરણ મકવાણા,જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબહેન પટેલ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર દ્વારા પરેડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું