Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે ઉદ્યોગકારોને માહિતગાર કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બેઠક યોજાઇ

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી.

X

ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે માહિતગાર કરવા અને જિલ્લાના ઉદ્યોગકારોને ભાગીદાર બનાવવા બેઠક યોજાઇ હતી.

ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો અને ઉદ્યોગકારો ગાંધીનગરમાં યોજાનારા ત્રિદિવસીય વાઇબ્રન્ટ ગુજરાત સમીટ 2022થી માહિતગાર કરવા બેઠકનું આયોજન કરાયું હતું. ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિયેશનના કોલેજ રોડ ઉપર આવેલી કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાની ઔદ્યોગિક વસાહતના વિવિધ સભ્યોએ ભાગ લીધો હતો. રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ ડેપ્યુટી કમિશનર જે. બી. દવે એ ઉપસ્થિત રહી ઉદ્યોગોના હાજર સભ્યોને વાઇબ્રન્ટ સમીટ 2021ની વિસ્તૃત જાણકારી આપી હતી. જાન્યુઆરી 10 થી 12 યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં ભરૂચ જિલ્લામાંથી વધુમાં વધુ ઉદ્યોગકારો ભાગીદારી નોંધાવી ભાગ લે તેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં ત્રિદિવસીય સમીટમાં આયોજિત તમામ કાર્યક્રમોના જાણકારી જિલ્લાના તમામ ઔદ્યોગિક મંડળના પ્રતિનિધિઓએ મેળવી હતી. બેઠકમાં BDMAના પ્રમુખ હરીશ જોશી સહિત જિલ્લાની ઓદ્યોગિક વસાહતના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it