ભરૂચ : આમોદના તેલોદ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ અને ભવ્ય સત્સંગ સભા યોજાય...

તેલોદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : આમોદના તેલોદ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ અને ભવ્ય સત્સંગ સભા યોજાય...

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેલોદ ગામ ખાતે વડતાલના પીઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદની વિશેષ ઉપસ્થિતિમાં દિવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તેલોદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલના પીઠાધિપતી આચાર્ય રાકેશપ્રસાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે વડતાલના લક્ષ્મીનારણદેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરવામાં આવી હતી. કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા હતા. તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે. કારણ કે, કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે. આ પ્રસંગે નૌતમપ્રકાશદાસ તેમજ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા. વ્યાસપીઠ પરથી નારાયણચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવાયુ હતું. કથા બાદ મોટી સંખ્યામાં સમસ્ત ગામલોકો તેમજ આજુબાજુના ગામમાંથી પધારેલા હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

Latest Stories