ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો

શ્રી હરસિધ્ધિ કો ઓપરેટિવ કેડીટ સોસાયટી દ્વારા દિપાવલી ધિરાણ ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 48થી વધુ મહિલા સ્વ સહાય જૂથને રૂ.32 લાખથી વધુનું ધિરાણ કરવામાં આવ્યું હતું.હરસિધ્ધિ કોઓપરેટિવ કેડીટ સોસાયટી લી દ્વારા મહિલા સશકિતકરણ કાર્યકમ સાથે જોડાયેલ સ્વ સહાય જુથ સખીખીમંડળની શ્રમજીવી મહિલાઓને દિપાવલી ધિરાણના ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન રાજપુત છાત્રાલય ખાતે સોસાયટીના ચેરમેન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ભરૃચના ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રી,જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા રજિસ્ટ્રાર પરેશકુમાર કણકોટીયા, તેમજ અતિથિ વિશેષ પદે સહકાર ભારતી ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ જીવણભાઇ ગોલે,સહકાર ભારતીના પ્રચાર પ્રસાર પ્રમુખ સુરેશ આહીર સહિતના સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે 48 સ્વ સહાય જૂથની 200થી વધુ બહેનોને રૂ.32,લાખ 20 હજારના ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

Latest Stories