ભરૂચ : આમોદ પંથકમાં શ્વાનનો આતંક યથાવત, નગરજનોમાં ભયનો માહોલ...

આમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

New Update
ભરૂચ : આમોદ પંથકમાં શ્વાનનો આતંક યથાવત, નગરજનોમાં ભયનો માહોલ...

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ નગરના વોર્ડ નં. 2ના વાવડી ફળિયા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ શ્વાન દ્વારા 3થી 4 નાના બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી જ્યારે પોતાની બાઇક સાફ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી એક શ્વાને આવી અચાનક હુમલો કર્યો હતો. શ્વાનના આતંક સામે જાગૃત નાગરીકો દ્વારા નગરપાલિકાને જાણ કરતાં પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બહારથી ટીમ બોલાવી આતંક મચાવનાર શ્વાનને ભારે જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો. શ્વાન પકડાઈ જતાં જ સ્થાનીકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

Latest Stories