ભરૂચ : DPS સ્કૂલના લંપટ શિક્ષકના વિધાર્થિની સાથે શારીરિક અડપલાં, કાયદાના પાઠ શીખવવા પોલીસે કરી ધરપકડ...

શિક્ષક ધોરણ 5, 6 અને 7ની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી

ભરૂચ : DPS સ્કૂલના લંપટ શિક્ષકના વિધાર્થિની સાથે શારીરિક અડપલાં, કાયદાના પાઠ શીખવવા પોલીસે કરી ધરપકડ...
New Update

DPS સ્કૂલના લંપટ શિક્ષકની પોલીસ દ્વારા કરાય ધરપકડ

ધો. 7ની વિધાર્થિની સાથે શારીરિક અડપલાં બદલ ધરપકડ

શિક્ષકના મોબાઇલમાંથી છાત્રાઓના અશ્લીલ ફોતો મળ્યા

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કૂલનો આર્ટ અને ડાન્સ શિક્ષક ધોરણ 5, 6 અને 7ની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કરતો હોવાની અને શિક્ષણ જગતને શમશાર કરતી ઘટના સામે આવી છે. ભરૂચની અલકનંદા સોસાયટીમાં રહેતો 33 વર્ષીય ધ્રુવીલ પટેલ DPS શાળામાં બાળકોને ડાન્સ અને આર્ટ્સ શીખવતો હતો. જોકે, શિક્ષણ જગતને લજાવનાર આ લંપટ અપરણિત શિક્ષક છાત્રાઓ સાથે શારીરિક અડપલાં કરતો હતો. ભરૂચ જિલ્લામાં આવેલ એક મોટા ઉધોગગૃહમાં કામ કરતા ઉચ્ચ અધિકારીની 7માં ધોરણમાં અભ્યાસ કરતી દીકરી સાથે આ શિક્ષક જાતીય સતામણી કરતો હોવાનું માલુમ પડતા તેઓ સમસમી ઉઠ્યા હતા.

DPS સ્કૂલમાં આ ઉચ્ચ અધિકારીએ વાલી તરીકે ફરિયાદ કરતા સંચાલકોએ પોતાની સ્કૂલની પ્રતિષ્ઠા સાચવવા તેનું માફીનામું લખાવી શાળામાંથી લંપટ શિક્ષકની હકાલપટ્ટી કરી દીધી હતી. તો બીજી તરફ, સમાજમાં દાખલો બેસાડવા અને અન્ય વાલીઓ પણ આવા પાશવી તત્વોને ખુલ્લા પાડે તેવા આશયથી ઉચ્ચ અધિકારીએ તેમની દીકરી સાથે થયેલી છેડછાડ અન્ય કોઈની દીકરી સાથે ન થાય તે માટે ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે સી’ ડિવિઝન પોલીસ મથકના PI હસમુખ ગોહિલે ત્વરિત કાર્યવાહી કરી લંપટ શિક્ષક ધ્રુવીલ પટેલની પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરતાં લંપટ શિક્ષકના મોબાઇલમાંથી અન્ય છાત્રાઓના અશ્લીલ ફોટા અને કેટલાક પોર્ન વિડીયો મળી આવ્યા પોલીસને મળી આવ્યા છે.

#Bharuch Police #શારીરિક અડપલાં #DPS સ્કૂલ #GujaratConnect #DSP School #Bharuch DSP School #Bharuch
Here are a few more articles:
Read the Next Article