ભરૂચ: જેસીઆઈ દ્વારા સેવ અર્થની થીમ પર ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય,70 બાળકોએ લીધો ભાગ

લેડી જેસી ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા સેવ અર્થની થીમ પર ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 બાળકોએ ભાગ લીધો હતો

ભરૂચ: જેસીઆઈ દ્વારા સેવ અર્થની થીમ પર ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય,70 બાળકોએ લીધો ભાગ
New Update

લેડી જેસી ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા સેવ અર્થની થીમ પર ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 બાળકોએ ભાગ લીધો હતો

લેડી જેસી ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા કોર્ટ રોડ નજીક આવેલા સંકટ મોચન હનુમાનજી મંદિરના ગાર્ડનમાં સેવ અર્થની થીમ આધારીત ડ્રોઈંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 70 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો જેમાં પોદાર જમ્બો કિડ્સ દ્વારા ડ્રોઈંગ શીટ આપવામાં આવી હતી.જજ તરીકે કુલદીપસિંહ રાણા અને યામિની દલાલે સેવા આપી હતી.આ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા તથા દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ આપ્યા હતા.આ કાર્યક્રમમાં જેસીઆઈના પ્રેસિડેન્ટ જેસી દિશા ગાંધી, લેડી જેસી ડિરેક્ટર જેસી હિમાની શાહ, ઈન્ચાર્જ જેસી સ્મિતા સોની, પ્રોજેક્ટ મેનેજર જેસી હર્ષના મોદી તથા જેસીઆઈના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Students #participated #Drawing competition #JCI #SaveEarth
Here are a few more articles:
Read the Next Article