ભરૂચ : ટેમ્પોના રાજાપાટમાં રહેલાં ડ્રાયવરે ઇનોવા કારને પાછળથી મારી ટકકર

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નબીપુર નજીક અકસ્માતના બે બનાવો બન્યાં છે.

New Update
ભરૂચ : ટેમ્પોના રાજાપાટમાં રહેલાં ડ્રાયવરે ઇનોવા કારને પાછળથી મારી ટકકર

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર નબીપુર નજીક અકસ્માતના બે બનાવો બન્યાં છે.

ભરૂચમાં રવિવારનો દિવસ અકસ્માતોનો દિવસ રહયો હતો. નેશનલ હાઇવે 48 પર અકસ્માતના બે અલગ અલગ બનાવો નોંધાયાં હતાં. પ્રથમ બનાવમાં થ્રી વ્હીલ ટેમ્પોને પાછળથી ધસમસતી આવતી ટ્રકે ટકકર મારી હતી જેમાં ટેમ્પાના ડ્રાયવરના પત્નીને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે. અન્ય બનાવની વાત કરવામાં આવે તો અકસ્માત સર્જનારો આઇસર ટેમ્પોનો ડ્રાયવર નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં ટેમ્પો ચલાવી રહેલાં ડ્રાયવરે ઇનોવા કારને પાછળથી ટકકર મારી હતી.