/connect-gujarat/media/post_banners/6d8d6b83cc240bc2e82bdeec9c16aff218c60c480aba958b868c771eff3c9566.jpg)
ભરૂચના જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે જંબુસરની પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે
ભરૂચના જંબુસર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવતા દર્દીઓને ગાયનેક ડોક્ટરની સુવિધાના અભાવના કારણે દર્દીઓને વડોદરા રીફર કરવામાં આવે છે.જંબુસરથી વડોદરા અંદાજીત 55 કિલોમીટરની સફર દર્દીઓએ કરવી પડે છે. આટલા સમયમાં પૂરતી સારવાર ના મળે તો દર્દીને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.હાલ જંબુસર હોસ્પિટલમા વધુ પડતા કરાર આધારિત ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે.જો સરકાર આવી મોટી હોસ્પિટલોમા ભરતી કરે તો પ્રજા રાહતનો શ્વાસ અનુભવી શકે છે