/connect-gujarat/media/post_banners/0fcf74a39bd822933da7e656d93c739f318c633f72ba58b31bfd01a3ab09a82c.jpg)
દશેરા પર્વની ઉજવણીમાં જીલ્લાવાસીઓ બન્યા મગ્ન
ફાફડા-જલેબીની જાયફત વિના દશેરાની ઉજવણી અધૂરી
શહેરભરના સ્ટોલ પર ફાફડા-જલેબી ખરીદવા લાંબી કતાર
ફાફડા અને જલેબીની જાયફત વિના દશેરા પર્વની ઉજવણી અધૂરી ગણાય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની ખરીદી માટે શહેરભરના સ્ટોલ પર લાંબી કતાર લગાવી હતી. દશેરાના દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો. જેની ખુશીમાં લોકોએ શ્રીરામને ભાવતી શાસ્કુલી એટલે કે, જલેબી નગરમાં વહેંચી હતી.
ત્યારથી જ જલેબી ખાવાની પરંપરા આજે પણ યથાવત રહી છે, ત્યારે આજે દશેરા પર્વે ભરૂચ શહેર તથા જિલ્લાના બજારોમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબી ખરીદવા લોકો ઉમટી પડ્યા હતા. ફરસાણની દુકાનોની સાથે ફાફડા અને જલેબીનું વેચાણ કરતી હંગામી દુકાનો પર લોકો ફાફડા અને જલેબી આરોગવા લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.