ભરૂચ જિલ્લાની 483 ગ્રામ પંચાયતોમાં થનારી ચુંટણી માટે ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો ધસારો કરી રહયાં છે. ભરૂચની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોની ભીડ જામી રહી છે. પંચાયતી રાજમાં સૌથી મહત્વની ગણાતી ગ્રામ પંચાયતની ચુંટણીઓનું બ્યુગલ ફુંકાય ચુકયું છે. પોતાના ગામમાં સરપંચ કે વોર્ડ સભ્ય બનવા માટે મુરતિયાઓ દોડધામ કરી રહયાં છે. ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં ઉમેદવારો રાજકીય પક્ષના ચિહન પણ લડી શકતાં નથી.
રાજયમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતોમાં 19મી ડીસેમ્બરના રોજ ચુંટણી થશે જયારે મત ગણતરી માટે 21મી ડીસેમ્બરનો દિવસ નિર્ધારીત કરાયો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 483 જટલી ગ્રામ પંચાયતોમાં ચુંટણી યોજાવા જઇ રહી છે. આવતીકાલે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવાથી ઉમેદવારીપત્રો ભરવા ધસારો જોવા મળી રહયો છે. ભરૂચની મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો મેળાવડો જામ્યો હતો. આવતીકાલે પણ ઉમેદવારીપત્રો ભરવા માટે ધસારો જોવા મળશે...