ભરૂચ: નગર સેવા સદનનું વીજ જોડાણ કપાયુ ,સતત બીજા દિવસે પણ શહેરમાં અંધારપટ

બીજા દિવસે પણ અંધારપટ જોવા મળ્યો હતો.નગર સેવા સદન દ્વારા વીજ બિલ ન ભરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.

ભરૂચ: નગર સેવા સદનનું વીજ જોડાણ કપાયુ ,સતત બીજા દિવસે પણ શહેરમાં અંધારપટ
New Update

ભરૂચમાં સતત બીજા દિવસે પણ અંધારપટ જોવા મળ્યો હતો.નગર સેવા સદન દ્વારા વીજ બિલ ન ભરવામાં આવતા દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું છે.

ભરૂચ નગરપાલિકાએ વીજબિલના નાણા ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. અગાઉના 6 કરોડ તથા વાર્ષિક 4 કરોડ મળી 10 કરોડ ઉપરાંતનું બિલ ભરવા માટે લોન આપવા સરકારમાં દરખાસ્ત કરી છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગના 6થી વધુ કરોડ ઉપરાંતના બિલની વસુલાત માટે વીજકંપનીએ સ્ટ્રીટલાઇટના જોડાણો કાપી નાખતાં શહેરમાં અંધારપટ છવાઇ ગયો છે. જોડાણો કપાયા બાદ બિલ ભરવા માટે સત્તાધીશોમાં દોડધામ મચી છે. ભરૂચ નગરપાલિકામાં 30 વર્ષ ઉપરાંતથી ભાજપનું એકહથ્થુ શાસન છે પણ પાલિકા હવે નાદારી તરફ આગળ વધી રહી છે. શહેરના લોકો નિયમિત વેરા ભરતાં હોવા છતાં કરોડો રૂપિયાનું દેવું પાલિકાના માથે છે. વીજકંપની અને નર્મદા નિગમને જ કરોડો રૂપિયા ચૂકવવાના બાકી પડે છે. વોટર વર્કસ વિભાગના 6 કરોડ ઉપરાંતના બાકી પડતાં બિલની વસૂલાત માટે વીજકંપનીએ ત્રીજુ નેત્ર ખોલ્યું છે.સોમવારે મોડી સાંજે સ્ટ્રીટલાઇટના જોડાણ કાપી નાખતાં શહેરમાં અંધારપટ છવાઇ ગયો છે. બીજી તરફ વીજબિલના નાણા ભરવામાં પાલિકાએ નાદારી નોંધાવી છે. ઓગષ્ટ મહિનામાં નગરપાલિકાએ રાજય સરકારમાં વીજબિલ ભરવા માટે લોન આપવામાં આવે તેવી દરખાસ્ત કરી છે.

#Bharuch #Gujarat #CGNews #Nagar Seva Sadan #city #blackout #Electricity connection #cut off
Here are a few more articles:
Read the Next Article