/connect-gujarat/media/post_banners/023503a9a257584e2ed8b5656f02bd5dd9c42d7e4e3b8613d839d000bbc9d6a5.jpg)
વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગોનુ ધોવાણ થયુ છે. વિવિધ વિસ્તારોનાં માર્ગો બિસ્માર બનતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
વરસાદી વાતાવરણ જંબુસર ડેપોથી ડાભા ચોકડી તરફ જવાનો માર્ગ તથા ટંકારી ભાગોળથી ડેપો તરફ આવવાના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઇ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે.તેમ છતા તંત્રના પેટનું પાણી હાલતુ નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.