ભરૂચ: નર્મદા નદીના પૂરના પાણીના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ, ખેડૂત પરિવારોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે,

New Update
ભરૂચ: નર્મદા નદીના પૂરના પાણીના કારણે કાંઠા વિસ્તારની જમીનોનું ધોવાણ, ખેડૂત પરિવારોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

ભરૂચ પૂરના પાણીમાં ખેતીની જમીનો ડૂબાણ સાથે ધોવાણ થતા ખેડૂત પરિવારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વળતરની માંગ કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદીના કાંઠે વસતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂત પરિવારોએ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડુતોએ જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમના ભાગે છોડવામાં પાણીના પગલે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સર્જાય છે.

નદીમાં પુરના પાણી આસપાસના કાંઠા વિસ્તારની જમીનોમાં પ્રવેશી જતા દર વર્ષે ખેડૂતોની જમીનનું ધોવાણ સાથે મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. દર વર્ષે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે જેની સીધી અસર તેઓના ખેતરો ઉપર પડી રહી છે, સાથે સાથે આગામી સમયમાં ભાડભૂત બેરેજ યોજના પણ બનવા જઈ રહી છે જેના કારણે નદીમાં પાણીનું સંગ્રહ રહેશે તેના પગલે ભરૂચના નદી કાંઠે ખેતરોને નુકશાનીની શક્યતાઓ જોવાઇ રહી છે.ખેડૂત પરિવારોએ આજે આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યાઓનો વહેલી તકે તંત્ર દ્વારા ઉકેલ લાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી

Latest Stories