Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભોઇવાડમાં મેઘરાજાની પ્રતિમાની સ્થાપના, જુઓ શું છે મુર્તિની વિશેષતા

25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.

X

ભરૂચમાં બે સૈકાથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોઇવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઉંચી પ્રતિમાનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું છે. 25 દિવસ સુધી પ્રતિમાના લોકો દર્શન કરી શકશે. છડીનોમ પછી આવતી દશમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે.

છપ્પનીયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોઇ સમાજના લોકોએ અષાઢ વદ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડાપાંચ ફૂટ ઉંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહિ વરસતા લોકોએ મુર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી. મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રીએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. મેઘરાજાની પ્રતિમા સાડા ત્રણ ફૂટ પહોળી અને વજનમાં આશરે 350 કિલો વજનની હોય છે. દર વર્ષે મેઘરાજાની માટીની મૂર્તિ અષાઢ વદ ચૌદશની રાતે ભોઈ સમાજના લોકો બનાવે છે. પ્રતિમા ઉપર વિવિધતા લાવવા માટે ખરી અને ચમડિયા ચરસ મિશ્રિત દ્રાવણમાં સફેદ કાપડ પલાળી એ મૂર્તિ પર ચોટાડવામાં આવે છે. જેથી માટીમાં ફટ ન પડે તથા રંગકામ થઇ શકે. વર્ષોથી મૂર્તિના આકાર, કાળ, ભાવ વગેરે માં લેશમાત્રએ ફેર પડતો નથી. મેઘરાજાનો ખરો મેળો શ્રાવણ વદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી ખુબ જ ભકિત ભાવથી ઉજવાય છે. દશમને દિવસે સાંજે શોભાયાત્રા કાઢી મેઘરાજાની પ્રતિમાનું નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમા સાથે નાના બાળકોને ભેટાડવાથી તેમનું આરોગ્ય સારૂ રહેતું હોવાની માન્યતા પણ પ્રર્વતે છે.

Next Story