Connect Gujarat
ભરૂચ

ભરૂચ: 30 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સમગ્ર રાજ્ય સહિત આજરોજ ભરૂચ જીલ્લામાં પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

સમગ્ર રાજ્ય સહિત આજરોજ ભરૂચ જીલ્લામાં પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા દરમ્યાન કોઈ અનીરછનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજ્યમાં આજે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.અગાઉ આ પરીક્ષા ત્રણ વખત રદ કરવામાં આવી ચૂકી છે ત્યારે ફરી ચોથી વખત ઉમેદવારો આજે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચના 39 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 હજાર જેટલા પરિક્ષાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષા પૂર્વે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરિક્ષાકેન્દ્રો પર નિરિક્ષણ કર્યું હતું અને કોઈ ગેરરીતિ ન સર્જાઈ એ અંગેના તમામ પગલાં ભરવા હાજર અધિકારીઓને સૂચના આપી હતી.

Next Story